રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે કેવડિયા જવા રવાના

કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે.
 
રિપોર્ટ@ભાવનગર: વડાપ્રધાન મોદી  રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે કેવડિયા જવા રવાના થયા છે. કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે.

વડાપ્રધાનની 2 દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. SOU વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ 2 દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.