રિપોર્ટ@દેશ: ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાની માગને સાથે વિરોધ પ્રદર્શન, જાણો વધુ વિગતે
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના લાઠીચાર્જમાં સાત પોલીસકર્મીઓ સહિત 27 લોકો ઘાયલ થયા છે.
Oct 25, 2024, 14:28 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અમુક બાબતોના કારણે વિરોધ પ્રદશન જોવા મળતું હોય છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મસ્જિદ તોડી પાડવાની માગને લઈને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના લાઠીચાર્જમાં સાત પોલીસકર્મીઓ સહિત 27 લોકો ઘાયલ થયા છે.
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે બરાહત વિસ્તારમાં બનેલી મસ્જિદ સરકારી જમીન પર બનાવવામાં આવી છે. જોકે, જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે મસ્જિદ જૂની છે અને મુસ્લિમ સમુદાયના લોકોની જમીન પર બનેલી છે.
પ્રદર્શનકારીઓને મસ્જિદ તરફ જતા રોકવા માટે વહીવટીતંત્રે ગંગોત્રી નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવી દીધા હતા. તેને હટાવવા માટે દેખાવકારો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ પોલીસે તેમને આગળ વધવા દીધા ન હતા.