રિપોર્ટ@રાજકોટ: માતા અને 17 વર્ષનો પુત્ર જૂનાગઢથી રાજકોટ આવતા થયો અકસ્માત: એકનું મોત

 રાજકોટના હુડકો ચોકડી પાસે રહેતા મહિલાને તેમનો 17 વર્ષીય પુત્ર જૂનાગઢથી બાઈક પર બેસાડી રાજકોટ લાવી રહ્યો હતો 
 
અકસ્માત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ત્યારે પોરબંદર નેશનલ હાઈ-વે પર ચરખડી પાટીયા પાસે બંધ પડેલા ટેમ્પો સાથે બાઈક અથડાતાં 17 વર્ષીય સગીરનું મોત નિપજ્યું છે જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

દુ:ખદ બાબત એ છે કે આઠ માસ પહેલાં પતિનું નિધન થયા બાદ હવે એકના એક પુત્રની અણધારી વિદાયથી પરિવારમાં કરુણ કલ્પાંત વ્યાપી જવા પામ્યો છે

તો ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. પોલીસે ટેમ્પોના નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. આ અંગે મધુબેન રમેશભાઈ બજાણીયા (ઉ.વ.50)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.5-4-2023ના રોજ બપોરે અંદાજે એક વાગ્યે હું અને મારો પુત્ર કલ્પેશ અમારું મોટર સાઈકલ લઈને જૂનાગઢથી રાજકોટ અમારા ઘરે આવી રહ્યા હતા ત્યારે બપોરે આશરે ચારેક વાગ્યા આસપાસ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પર ચરખડી પાટિયાથી અંદાજે 500 મીટર આગળ ગોંડલ તરફ પહોંચ્યાત્યારે અજાણ્યું વાહન રોડની સાઈડમાં ઉભું હોય તેની સાથે અમારા બાઈકનો અકસ્માત થયો હતો જે પછી અમે બન્ને ઘાયલ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે પુત્ર કલ્પેશને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને ગોંડલથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થોડીવાર પછી ફરિયાદી મધુબેનને પણ રાજકોટ ખસેડાયા હતા. ત્રણેક દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ મધુબેનની તબિયત સુધારા પર જણાતાં તેમને રજા આપવામાં આવી હતી

પરંતુ કલ્પેશને માથામાં ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે તેને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હોવાની તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે બાઈક જેની સાથે અથડાયું તે ટેમ્પો નં.જીજે3બીવાય-8301 સામે ગુનો નોંધી ચાલકની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે આ ટેમ્પો રોડની સાઈડમાં પાર્ક કરેલ હોય તે જગ્યા પહેલાં ખુલ્લા જગ્યા હોવા છતાં રોડની બાજુમાં સાંકળી જગ્યામાં ઈન્ડીકેટર લાઈટ ચાલુ કર્યા વગર જ પાર્ક કરી દેવાયો હતો