રિપોર્ટ@દેશ: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા, જાણો વધુ વિગતે
આ એન્કાઉન્ટર દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર આવેલા ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તારના નેંદુર અને થુલથુલી ગામ વચ્ચેના જંગલમાં થયું હતું.
Oct 5, 2024, 10:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. આઈજી પી સુંદરરાજે જણાવ્યું કે 28 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.
આ એન્કાઉન્ટર દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર આવેલા ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તારના નેંદુર અને થુલથુલી ગામ વચ્ચેના જંગલમાં થયું હતું.
એન્કાઉન્ટર દરમિયાન 2 કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ પછી ફાયરિંગ બંધ થતાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં સૈનિકોએ AK-47, SLR સહિત મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા હતા.
આઈજી સુંદરરાજે તેને અત્યાર સુધીનું સૌથી મોટું નક્સલ ઓપરેશન ગણાવ્યું છે. લગભગ 6 મહિના પહેલા કાંકેરમાં 29 નક્સલવાદી માર્યા ગયા હતા.