રિપોર્ટ@દેશ: શેખ હસીનાને 2 આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 2 આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેમને હત્યા માટે ઉશ્કેરણી અને હત્યાનો આદેશ આપવાના આરોપમાં ઢાકામાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
ટ્રિબ્યૂનલે તેમને જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યારઓનો માસ્ટરમાઇન્ડ કહ્યો છે. ટ્રિબ્યૂનલે બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝામાન ખાનને પણ 12 લોકોની હત્યાના દોષી માન્યા અને ફાંસીની સજા ફટકારી છે.
ત્રીજા આરોપી ભૂતપૂર્વ આઈજીપી અબ્દુલ્લા અલ-મામુનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. મામુન કસ્ટડીમાં છે અને સાક્ષી બની ગયો છે. કોર્ટે હસીના અને અસદુઝમાન કમાલની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. સજાની જાહેરાત થતાં જ કોર્ટરૂમમાં હાજર લોકોએ તાળીઓ પાડી.
5 ઓગસ્ટ, 2024ના રોજ થયેલા બળવા પછી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન દેશ છોડીને ચાલ્યા ગયા હતા. બંને નેતાઓ છેલ્લા 15 મહિનાથી ભારતમાં રહે છે.

