રિપોર્ટ@સહારનપુર: ભાજપ નેતાની સૂતા સમયે ગોળી મારીને હત્યા કરવામાં આવી, જાણો સમગ્ર ઘટના

પુત્રવધુ ચા આપવા માટે પહોંચી ત્યારે તે લોહીથી લથપથ લાશ જોઈને બૂમો પાડવા લાગી. અવાજ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચ્યા.
 
રિપોર્ટ@સહારનપુર: ભાજપ નેતાની સૂતા સમયે ગોળી મારીને હત્યા કરવામાં આવી, જાણો સમગ્ર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર હદય કંપાવી ઊઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે. ભાજપ નેતાની સૂતા સમયે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. હુમલાખોરે તેમના માથાની વચોવચ ગોળી મારી. મૃતદેહ ઘરના પાછળના ભાગમાં ખાડલા પર મળ્યો. દુર્ઘટના સમયે ઘરમાં 10 લોકો હાજર હતા, પરંતુ કોઇને ઘટનાની જાણ થઈ નહીં.

ગઇકાલે સવારના સમયમાં પુત્રવધુ ચા આપવા માટે પહોંચી ત્યારે તે લોહીથી લથપથ લાશ જોઈને બૂમો પાડવા લાગી. અવાજ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચ્યા. સૂચના મળવા પર પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળ પર હાજર પુરાવા એકઠા કર્યા.

દુર્ઘટના નકુડના ડિડૌલી ગામની છે. 64 વર્ષના ધર્મસિંહ અંબેહટા મંડળમાં ભાજપના ઉપાધ્યક્ષ હતા. તેમનો દીકરો સુશીલ પણ ભાજપમાં અંબેહટા મંડળનો મહામંત્રી છે.શુક્રવારે રાત્રે ધર્મસિંહ તેમના ઘરની પાછળના ભાગમાં સૂતા હતા. જ્યારે તેમની પુત્રવધૂ સવારે 6:45 વાગ્યે તેમને ચા આપવા આવી ત્યારે તેણે ધર્મસિંહનો મૃતદેહ જોયો. ખાટલા અને આસપાસના વિસ્તારોમાં લોહી જોઈને તેણે બૂમ પાડી. પરિવારના સભ્યો અને ગ્રામજનો એકઠા થઈ ગયા. તેમણે પોલીસને જાણ કરી.