રિપોર્ટ@દેશ: કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતાએ આકરા પ્રહારો કર્યા
મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે
Aug 9, 2024, 08:22 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઇ રહી છે. દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા શરૂ કરી રહી છે. કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
તેમણે કહ્યું કે, આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે અને મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. વધુમાં કહ્યું કે, તે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે.
નીતિન પટેલે જણાવ્યું કે, જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે જે યોગ્ય નથી, અનેક કારણો એવા છે કે જેને લઇ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે.