રિપોર્ટ@દેશ: કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે, ચીનનો ગેરકાયદે કબજો સ્વીકાર્ય નહીં

ભારતને સરહદ નજીક ચીન દ્વારા બે નવાં કાઉન્ટી બનાવવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી છે

 
રિપોર્ટ@દેશ: કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે, ચીનનો ગેરકાયદે કબજો સ્વીકાર્ય નહીં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે, ચીનનો ગેરકાયદે કબજો સ્વીકાર્ય નહીં. ભારતને સરહદ નજીક ચીન દ્વારા બે નવાં કાઉન્ટીબનાવવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી છે, જેનો એક ભાગ લદ્દાખમાં આવે છે. સરકારે કહ્યું હતું કે ડિપ્લોમેટિક રીતે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય જમીન પર ચીનનો ગેરકાયદે કબજો ક્યારેય સ્વીકારવામાં આવ્યો નથી.

નવા ક્ષેત્ર બનાવવાથી આ વિસ્તાર પર ભારતની સ્થિતિ પર કોઈ અસર થશે નહીં અને ન તો એ ચીનના ગેરકાયદે અને બળજબરીથી કબજાને કોઈ કાયદેસરતા આપશે.