રિપોર્ટ@દેશ: એર ઈન્ડિયાના એક પાઈલટ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી

  • મિત્રને કોકપિટમાં જવા દેવા બદલ પાઈલટ સસ્પેન્ડ
 
વેપારઃ નવા વર્ષેમાં ફરવાનો પ્લાન, ફક્ત 899માં કરો એર ટ્રાવેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • DGCIએ એરલાઇન પર 30 લાખનો દંડ ફટકાર્યો

એર ઈન્ડિયાએ આ મામલામાં દોષી સાબિત થયા બાદ પાઈલટને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. આ સાથે DGCIએ એરલાઇન પર 30 લાખનો દંડ પણ લગાવ્યો છે. એર ઈન્ડિયાના એક પાઈલટ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પાયલટે તેના મિત્રને કોકપીટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ માટે એર ઈન્ડિયાએ પાઈલટને 3 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે DGCIએ એરલાઇન પર 30 લાખનો દંડ પણ લગાવ્યો છે.

મળતી માહિતી મુજબ આ મામલો 27 ફેબ્રુઆરીનો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-915 (દિલ્હી-દુબઈ)ના સંચાનલ દરમિયાન પાયલટે ફરજ પરની એક મહિલા મિત્રને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમાં પાયલોટ દોષિત હતા. એર ઈન્ડિયાના સીઈઓને ક્રૂ ટીમના સભ્ય તરફથી આ મામલે ફરિયાદ મળી હતી.એર ઈન્ડિયાએ કહ્યું હતું કે અમે અમારા યાત્રીઓની સુરક્ષા અને સુવિધા સાથે કોઈપણ પ્રકારની બાધછોડ ચલાવી લઈશું નહીં. તપાસમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, સુરક્ષાનો મામલો હોવા છતાં, એરલાઈન્સે તેના પર પગલાં લીધાં નથી. માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. આવી સ્થિતિમાં DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ પણ લગાવ્યો છે.