રિપોર્ટ@દેશ: આફ્રિકામાં એક મહિનાથી બંધક બનેલ યુવકના કેસમાં નવો વળાંક આવ્યો, કયા કારણે બંધક બનાવ્યો ?
બંધક બનેલ યુવક કેસમાં નવો વળાંક આવ્યો
Jul 15, 2024, 08:45 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આફિકામાં બધંક બનાવેલ યુવકના કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજકોટનો યુવક આફ્રિકામાં એક મહિનાથી બંધક બનાવી દેવાની ઘટના સામે આવી હતી. જોકે હવે આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે.
આ ઘટનામાં જય કોરિયા નામના યુવકનો માફી માંગતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે, તેણે પોતે શેઠ પાસેથી 22,500 ડોલર લીધા હોવાની કબૂલાત આપી છે. રૂપિયા લીધા હોવાથી શેઠે 1 મહિનો તેમના ઘરે રાખ્યો હતો. જય કોરિયાએ વધુમાં કહ્યું કે, મારી માતા અને ભાઈને ખોટી માહિતી મળી હતી.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલને કારણે મારા શેઠની છબી ખરડાઈ રહી છે. મારા પરિવારની ગેરસમજના કારણે આવું બન્યું તે માટે હું સૌની માફી માંગુ છું. આ સમગ્ર મામલે પરિવારે ઇન્ડિયન એમ્બેસી, વિદેશમંત્રી, મુખ્યમંત્રીને ઇ-મેઈલ લખીને મદદ માંગી છે.