રિપોર્ટ@દેશ: કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં કહ્યું યુવાનોનાં અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી
તેમણે કહ્યું, આ રિસર્ચ દર્શાવે છે કે વેક્સિનેશનથી જોખમ વધ્યું નથી, પરંતુ એ ઘટ્યું છે.
Dec 11, 2024, 14:20 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં હાર્ટએટેકનાં બનાવો ખુબજ વધી ગયા છે. નાની ઉંમરના લોકોના હાર્ટએટેકથી મોત થઇ રહ્યા છે. લોકોનું માનવી છે કે, આ કોરોનાનામાં લીધેલી રસીના કારણે હાર્ટએટેકથી મોતના બનાવો વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુવાનોનાં અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી.
નડ્ડાએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અહેવાલને ટાંક્યો છે. તેમણે કહ્યું, આ રિસર્ચ દર્શાવે છે કે વેક્સિનેશનથી જોખમ વધ્યું નથી, પરંતુ એ ઘટ્યું છે.
ICMRએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં 18થી 45 વર્ષની વચ્ચેના લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે, જેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને કોઈ બીમારી નહોતી. 1 ઓક્ટોબર, 2021થી 31 માર્ચ, 2023ની વચ્ચે તેમનાં અચાનક મોત થયાં.