રીપોર્ટ@ઉત્તરપ્રદેશ: ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સાસુએ 58 વર્ષે બાળક પેદા કર્યો
- પુત્રવધૂને સંપત્તિમાં ભાગ ન આપવા 58 વર્ષે બાળક પેદા કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
- પક્ષે સમાધાન ન થતા આગળ તારીખ પડી
ઉત્તર પ્રદેશના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સંપત્તિના વિવાદને લઈને પુત્રવધુએ તેના સાસુ સસરા સામે ચોક આવનારા આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે તેના પતિના મોત બાદ સાસુ-સસરાએ સંપત્તિની વહેંચણી પુત્રવધુને ન કરવા માટે તેમણે 58 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો.
બીજી તરફ સાસુ સસરાએ પણ પુત્રવધુ પર અનેક આક્ષેપો લગાવ્યા છે જોકે બંને પક્ષે સમાધાન ન થતા આગળ તારીખ પડી છે.
સાસુએ 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો
આગરાના સેયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ માહિતી આપતા જણાવ્યું કે તેમના લગ્ન ચાર વર્ષ અગાઉ કમલાનગરમાં રહેતા પતિ સાથે થયા હતા જે જીમ ચલાવતો હતો અને તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. જોકે આ સમયગાળા દરમિયાન બે વર્ષ અગાઉ તેઓને હૃદય રોગનો હુમલો આવતા તેનું અવસાન થયું હતું અને મૃતકને કોઈ સંતાન ન હતું. બાદમાં પતિના અવસાન બાદ તેની પત્ની પણ પોતાના પિયરે રહેતી હતી અને સાસરિયાઓમાં પ્રોપર્ટી મામલે હિસ્સો માંગતા તેમણે આનાકાની કરી હતી અને સાસુએ પાંચ માસ પહેલા જ 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. વારસદાર ઉભો કર્યો છે.
આ મામલે કોઇ સમાધાન ન થયું
પુત્રવધુ એવો દાવો કર્યો કે બાળકના જન્મ બાદ હવે તેમના નામે તમામ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા પેતરા રચાઈ રહ્યા છે. બીજી બાજુ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં સસરાએ જણાવી કે પુત્રવધુને ગામોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં રહેવા તૈયાર નથી અને ગામમાં તેમની વારસદરની મિલકત છે તે પુત્રવધુ કહે છે કે તેમના સાસુ અને સસરા ગામમાં રહે માટે કહે છે પરંતુ ત્યાં ઘર પણ બન્યું નથી તો તે ક્યાં અને કેવી રીતે રહી શકીએ? જોકે આ મામલે કોઇ સમાધાન થયું નથી.