રિપોર્ટ@દેશ: કાળઝાળ ગરમીથી ટપોટપ મૃત્યુ થવાની ચેતવણી, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉનાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કાળજાળ ગરમી પડી રહી છે. આજે દેશના 17 રાજ્યોમાં વરસાદની શક્યતા છે. આમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ અને ઉત્તર પૂર્વ રાજ્યોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 2025માં પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડશે. આ પરિસ્થિતિઓ હીટવેવની ગંભીરતા દર્શાવે છે. સસ્ટેનેબલ ફ્યુચર કોલાબોરેટિવ, હાર્વર્ડ યુનિવર્સિટી, પ્રિન્સટન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને કિંગ્સ કોલેજ લંડનના રિસર્ચરોના સંયુક્ત રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત ભીષણ હીટવેવનો સામનો કરી શકે તેમ નથી. આગામી વર્ષોમાં હીટવેવ લાંબા સમય સુધી રહેવાની ધારણા છે અને તેના કારણે લોકોનો વધુ મૃત્યુ થવાની ચેતવણી છે.
સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલાબોરેટિવનો નવા રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી વર્ષોમાં હીટવેવની અસર વધુ રહેશે. જો હીટવેવથી બચવા લોકોની સરક્ષા અંગે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ભીષણ ગરમીના કારણે લોકોના ટપોટપ મૃત્યુ થવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળોએ વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. 67 અન્ય લોકો ઘાયલ થયા હતા અને 600થી વધુ ઘરોને નુકસાન થયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન જગતસિંહપુર, કટક, ઢેંકનાલ, અંગુલ, દેવગઢ અને સુંદરગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ વીજળી અને કરા પડવાની શક્યતા છે, સાથે જ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન, બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, મયુરભંજ અને કેઓંઝર જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ (7 થી 11 સેમી) અને ગાજવીજ સાથે વીજળી પડી શકે છે.