રિપોર્ટ@દેશ: CMના રાજીનામાની માંગ કરી રહેલા ભાજપના કાર્યકરો પર વોટર કેનનનો મારો કરાયો

 AAPના કાર્યકરોનું પ્રદર્શન

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડા દિવસો બાકી રહ્યા છે.  ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. AAP કાર્યકરોનું પ્રદર્શન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં છે. જ્યારે ભાજપના કાર્યકરોએ કેજરીવાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ છે.

આ તરફ ભાજપના કાર્યકરો કેજરીવાલના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી સચિવાલય તરફ જઈ રહેલા કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ હટાવ્યા હતા. પોલીસે તેમને રોકવા વોટર કેનનનો મારો ચલાવ્યા હતો. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવ સહિત ભાજપના ઘણા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો વિરોધ ચાલુ છે. કેજરીવાલની 21 માર્ચે દારૂ પોલિસી કૌભાંડ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તે 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં છે.

આજે કેજરીવાલે ED કસ્ટડીમાંથી બીજો સરકારી આદેશ જાહેર કર્યો છે. AAP મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલે સ્વાસ્થ્ય મંત્રાલયને સૂચના આપી છે કે મોહલ્લા ક્લિનિક્સમાં ગરીબો માટે દવાઓની કોઈ અછત ન પડવી જોઈએ. લોકોને મફત ટેસ્ટ અને દવાઓ પૂરી પાડવામાં આવે.

આ પહેલાં કેજરીવાલે 24 માર્ચે પાણી મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ જાહેર કર્યો હતો. તેમણે જળ મંત્રી આતિશીને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપશે નહીં અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.

આમ આદમી પાર્ટીની પીએમ આવાસ સુધીની પદયાત્રાને લઈને પોલીસે દિલ્હીમાં સુરક્ષા વધારી દીધી છે. પોલીસે કહ્યું કે અમે આ પ્રદર્શન માટે મંજુરી આપી નથી. પોલીસે જણાવ્યું કે પીએમના આવાસની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે. અહીં કોઈને પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કેજરીવાલ કસ્ટડીમાંથી કેવી રીતે આદેશ આપી રહ્યા છે તેની ED તપાસ કરી રહી છે

કેજરીવાલે અત્યાર સુધીમાં ED કસ્ટડીમાંથી બે સરકારી આદેશ જાહેર કર્યા છે. જળ મંત્રી આતિશીએ 24 માર્ચે પોતાના પહેલા આદેશની જાણકારી આપી હતી. કેજરીવાલે આ ક્રમમાં કહ્યું કે દિલ્હી જ્યાં પાણીની અછત હોય ત્યાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે. આ પછી EDએ કેસની નોંધ લીધી. એજન્સી તપાસ કરી રહી છે કે કોર્ટના આદેશ હેઠળ કસ્ટડીમાંથી આદેશ જાહેર કરવાનો અધિકાર કોઈપણ મુખ્યમંત્રીને છે કે કેમ.

24 માર્ચે I.N.D.I.A ગઠબંધનના નેતાઓએ કેજરીવાલની ધરપકડને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આપ નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની તાનાશાહી વિરુદ્ધ 31 તારીખે 10 વાગે રામલીલા મેદાનમાં મહા રેલી કરીશું. સમગ્ર દિલ્હીને એક થવાની અપીલ છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ધારાસભ્યોના વેપાર કરીને અને લોકોને ડરાવીને સમગ્ર વિપક્ષને ચૂપ કરાવી રહી છે. જેઓ ઝૂકવા અને ડરવા તૈયાર નથી તેમની સામે ખોટા કેસો કરી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.જો કોંગ્રેસ જેવી મોટી પાર્ટીનું ખાતું જપ્ત કરી શકાય છે તો તેમને દાન ન આપનાર ઉદ્યોગપતિનું ખાતું પણ જપ્ત કરવામાં આવશે. દરેકનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે.