રિપોર્ટ@દેશ: એક્ટર વિજયની રેલીમાં અચાનક નાસભાગ, 39નાં મોત

ગૂમ થયેલી 9 વર્ષની બાળકીને શોધવા ભીડ બેકાબૂ બની

 
રિપોર્ટ@દેશ: એક્ટર વિજયની રેલીમાં અચાનક નાસભાગ, 39નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તમિલનાડુના કરુરમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ મચી ગઈ હતી. મુખ્યમંત્રી સ્ટાલિનના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 16 મહિલાઓ અને 10 બાળકો સહિત 39 લોકોના મોત થયા છે. 51 લોકો ICUમાં છે. મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.

તમિલનાડુ પોલીસના જણાવ્યા અનુસાર, વિજયની રેલીમાં 10,000 લોકો માટે મંજૂરી હતી. જોકે, 120,000 ચોરસ ફૂટ વિસ્તારમાં 50,000થી વધુ લોકો એકઠા થયા હતા. અભિનેતા છ કલાક મોડા પહોંચ્યા. વિજયને જાણ કરવામાં આવી કે 9 વર્ષની એક છોકરી ગુમ થઈ ગઈ છે. તેણે સ્ટેજ પરથી તેને શોધવા માટે અપીલ કરી, જેના કારણે નાસભાગ મચી ગઈ.

આ દરમિયાન, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાત્રે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તેઓ મોડી રાત્રે કરુર પહોંચ્યા હતા. સ્ટાલિને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલોને મળવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. ઘટના પછી વિજય ઘાયલોને મળ્યા ન હતા. તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટમાં સીધા ચેન્નાઈ ગયા હતા.