રિપોર્ટ@દેશ: ફિલિપાઇન્સના મિન્ડાનાઓ પ્રદેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક જ્ગ્યાએથી ભૂકંપની ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર ભૂકંપની ઘટના સામે આવી હતી. દક્ષિણ ફિલિપાઇન્સના મિન્ડાનાઓ પ્રદેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. હવે સુનામીનું જોખમ ટળ્યું છે. લોકોને હજુ પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ ભૂકંપની તીવ્રતા 7.4 હોવાનો અંદાજ હતો.
ફિલિપાઇન્સની ભૂકંપશાસ્ત્રીય એજન્સીએ વધુ આફ્ટરશોક્સની ચેતવણી આપી હતી. અડધા કલાકમાં 5.9 અને 5.6ની તીવ્રતાના અનેક ભૂકંપના આંચકા અનુભવાયા પણ હતા.
એજન્સીએ જણાવ્યું હતું કે વિનાશક સુનામીની અપેક્ષા છે, જેમાં એક મીટરથી વધુ ઊંચા મોજા ઊછળી શકે છે. મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠાના શહેરોના રહેવાસીઓને તાત્કાલિક ઊંચા સ્થાને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
આ પહેલા 30 સપ્ટેમ્બરના રોજ ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 69 લોકો માર્યા ગયા હતા અને લગભગ 150 ઘાયલ થયા હતા.