રિપોર્ટ@દેશ: SMS હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી, 8નાં મોત

સગાસંબંધીઓ દર્દીઓને લઈને બહાર દોડવા લાગ્યા હતા.
 
રિપોર્ટ@દેશ: SMS હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી, 8નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ભયાનક આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જયપુરની SMS હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી હતી અને 8 લોકોનાં મોત નીપજ્યા હતા.જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાથી 8 દર્દીઓના મોત થયા હતા.આગ લગભગ 11:20 વાગ્યે લાગી હતી. ત્યારબાદ, સગાસંબંધીઓ દર્દીઓને લઈને બહાર દોડવા લાગ્યા હતા.

ICU બેડની સાથે, કેટલાક પરિવારના સભ્યો તેમના દર્દીઓને હોસ્પિટલ પરિસરની બહાર રસ્તા પર લઈ ગયા. જે દર્દીઓના મોત થયા હતા. તેમના સંબંધીઓ રડી રહ્યા હતા.