રિપોર્ટ@આગ્રા: વીજળી વિભાગના સ્માર્ટ મીટર મામલે વિરોધ વધ્યો: મહિલાઓએ સ્માર્ટ મીટર કાઢીને ફેંકી દીધા, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગ્રામાં મહિલાઓએ સ્માર્ટ મીટર કાઢીને ફેંકી દીધા. આગ્રામાં વીજળી વિભાગના સ્માર્ટ મીટર મામલે વિરોધ વધી રહ્યો છે. આજે 20 કિમી દૂર અકોલામાં સેંકડો મહિલાઓએ ઘરોમાંથી સ્માર્ટ મીટર કાઢી નાંખ્યા હતા. મહિલાઓ માથા પર મીટર લઈને ગામની વીજળી ઓફિસે પહોંચી ગઈ અને ત્યાં મીટર ફેંકી દીધા હતા.
સ્માર્ટ મીટરને લઈને લોકોમાં એટલો ગુસ્સો હતો કે ઘણા લોકો કોથળામાં ભરીને પણ સ્માર્ટ મીટર લઈને પહોંચ્યા અને તેમને ફેંકીને વિરોધ નોંધાવ્યો. આ પછી મહિલાઓ અને ગ્રામજનો ધરણા પર બેસી ગયા. વીજળી વિભાગ વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરીસપાના વડા
અખિલેશ યાદવે X પર કહ્યું: "ભાજપ સરકારે જનતાને લૂંટવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો છે. તેમણે પ્રીપેડ મીટરના નામે વીજળીમાં ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે. હવે જનતાએ તેમની ચોરી પકડી લીધી છે. આ વખતે તેઓ સ્માર્ટ મીટર તોડી રહ્યા છે, આગલી વખતે EVM તોડશે.
ગ્રામજનો કહે છે કે સ્માર્ટ મીટર ખૂબ ઝડપથી ચાલે છે. ઓછા ઉપયોગ છતાં પણ તેના કારણે બિલ વધારે આવે છે. ક્યારેક, ઉપયોગ કર્યા વિના પણ બેલેન્સ પુરુ થઈ જાય છે. લોકો કહે છે કે બેલેન્સ માઈનસમાં જતાની સાથે જ વીજ પુરવઠો કાપી નાખવામાં આવે છે. રિચાર્જ કર્યા પછી પણ, ઘણીવાર સપ્લાય તાત્કાલિક ફરી શરુ થતો નથી.

