રિપોર્ટ@અમદાવાદ: ગુજરાતમાં ઈતિહાસ રચાયો, સાણંદમાં મોદીએ દેશની પહેલી ચિપ લોન્ચ કરી, જાણો વધુ વિગતે

સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP  ફેસેલિટીનું PM મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ગુજરાતમાં ઈતિહાસ રચાયો, સાણંદમાં મોદીએ દેશની પહેલી ચિપ લોન્ચ કરી.ગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP ફેસેલિટીનું PM મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો અને દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી.

PMએ કહ્યું કે, દુનિયાને સંદેશ પહોંચી ચૂક્યો છે, ઈન્ડિયા ઈઝ કેપેબલ, ઈન્ડિયા ઈઝ કોમ્પીટીટીવ, ઈન્ડિયા ઈઝ કમિટેડ. વધુમાં જણાવ્યું હતું કે, માઈક્રોનની આ ફેસેલિટી આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સહયોગ અને ભાગીદારીનું પ્રમાણ છે. ખાસ કરીને AI અને ચિપ જેવી ટેક્નોલોજીમાં ભારત અને અમેરિકાની ભાગીદારી બહુ મહત્વપૂર્ણ છે. માઈક્રોનની આ ફેસેલિટી ભારતના નવા મિજાજનું શાનદાર ઉદાહરણ છે. આજનું ભારત પોલિસીથી લઈ પ્રોડકશન સુધી કયા એપ્રોચ સાથે આગળ વધી રહ્યું છે તે અહીં દેખાઈ રહ્યું છે. માઈક્રોનની ATMP ફેસેલિટીના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને રતન ટાટાને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મેં એક રૂપિયાનો મેસેજ કર્યો હતો. એક રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટથી ગુજ્જુ શું કરી શકે છે તે જોઈ લો.

10-11 વર્ષ પહેલા ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા બહુ નાના સર્કલમાં થતી હતી. ટેક્નોલોજીની વાત આવતી હતી ત્યારે હંમેશા આપણી ચર્ચા IT સર્વિસ આસપાસ રહેતી હતી. આજે જુઓ સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખને સફળ કરી રહ્યું છે.

આજે સાણંદમાં અમે નવા ભવિષ્યનો ઉદય જોઈ રહ્યા છીએ. માઈક્રોનની ATMP ફેસેલિટીમાં કોમર્શિયલ પ્રોડકશનની શરૂઆત. ગ્લોબલ ટેક્નોલોજી ચેઈનમાં ભારતની ભૂમિકાને મજબૂત કરવાની છે. આજે ભારત બહુ ઝડપથી ગ્લોબલ સેમિકન્ડકટર વેલ્યૂ ચેઈનનો હિસ્સો બની રહ્યો છે. માઈક્રોનની આ ફેસેલિટી ભારતના નવા મિજાજનું શાનદાર ઉદાહરણ છે. આજનું ભારત પોલિસીથી લઈ પ્રોડકશન સુધી કયા એપ્રોચ સાથે આગળ વધે છે તે અહીં દેખાય છે.

માઈક્રોનની આ ફેસેલિટી આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સહયોગ અને ભાગીદારીનું પ્રમાણ છે. ખાસ કરીને AI અને ચિપ જેવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની ભાગીદારી બહુ મહત્વપૂર્ણ છે. આજે આખી દુનિયા માનવતાના સારા ભવિષ્ય સાથે જોડાયેલી આ બંને ટેક્નોલોજીની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાવ માગે છે. દુનિયાની બે મોટ લોકશાહી આના માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે. અમારા સંયુક્ત પ્રયાસ ક્રિટિકલ મિનરલ્સની ગ્લોબલ સપ્લાય ચેઈનને અધિક સુરક્ષિતઅને વિશ્વસનીય બનાવશે.

સાણંદમાં આયોજીત કાર્યક્રમમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, ભારતમાં નિયુક્તિ બાદ એમ્બેસેડર ગોર પહેલીવાર ગુજરાત આવ્યા છે. વિધિવત એમ્બેસેડર બન્યા બાદ મારી પહેલી મુલાકાત મારી કર્મભૂમિમાં થઈ રહી છે. મને વિશ્વાસછે કે, તમે અમારી મહેમાન નવાજીનો ભરપૂર આનંદ લેશો.

PMએ સંબોધન દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે,20મી સદી સુધી દુનિયાએ ઈન્ડ્સ્ટ્રીયલ રિવોલ્યુશનનો દોર જોયો. એ સમયે દેશ ફેક્ટરી,મશીન અને માસ પ્રોડકશનમાં આગળ હતા તેને તેજીથી પ્રગતિ કરી.પરંતુ, આ તમામ AI રિવોલ્યુશનની શતાબ્દીમાં સેમિકન્ડકટર આ બદલાવમાં મોટો બ્રિજ છે. ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અને એઆઈ રિવોલ્યુશન બંને જોડનારું માધ્યમ છે. પાછલી સદીનું રેગ્યુલેટર ઓઈલ હતું તો આ શતાબ્દીનું રેગ્યુલેટર માઈક્રો ચિપ થવાની છે.

સાણંદના આ પૂરા ક્ષેત્ર સાથે મારો વિશેષ લગાવ રહ્યો છે. સાણંદ એ ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. આ હું તમને મારા અનુભવથી બતાવું છું. એક સમય હતો જ્યારે હું બસથી અહીં આવતો અને સાયકલ પર અહીંની ગલીમાં ફરતો રહેતો હતો. મેં મારી નજર સામે સાણંદને બદલતું જોયું છે. એક જમાનાનું એક ગામ આજે એક મોટા શહેરમાં કન્વર્ટ થઈ રહ્યું છે.

મેં રતન ટાટાને સ્વાગતમનો મેસેજ કર્યો હતો. એક રૂપિયાના ઈન્વેસ્ટથી ગુજ્જુ શું કરી શકે છે તે જોઈ લો. સાણંદને મેં એક કાર ફેક્ટરીથી દેશનું મોટું ઓટોમોબાઈલ હબ બનતા મારી નજરથી જોયું છે. મને યાદ છે જ્યારે અહીં મોટી ઓટોમોબાઈલ કંપની આવી હતી ત્યારે તેની સાથે પૂરી ઈકોસિસ્ટમ વિકસિત કરી.એક કંપનીના આવવાથી અહીં એટલી એન્સીલરી યુનિટ આવી, સપ્લાય નેટવર્ક ઉભું થયું, સ્થાનિક ઈન્ડ્સ્ટ્રીઝ મજબૂત થઈ. હું અહીં કામ માટે આવતા લોકોને વિશ્વાસ અપાવવા માગુ છું કે, તમે જે સોશિયલ લાઈફ ઈચ્છો છો તે ગુજરાત બનાવીને આપશે. તમને કોઈ કમી મહેસૂસ થવા નહીં દઈએ.

ભારતના યુવાનો માટે આ અવસર નવો ગેટ ખોલી રહ્યો છે. આજે અમે પ્રથમ કદમ રાખ્યું છે. જેમ જેમ સેમિકન્ડકટરના ઈન્ડસ્ટ્રીઝના 10 પ્રોજેક્ટ પ્રોડકશનમાં આવશે તેની અસર દેખાશે.દુનિયા સુધી સંદેશ પહોંચી ચૂક્યો છે. ઈન્ડિયા ઈઝ કેપેબલ, ઈન્ડિયા ઈઝ કોમ્પીટીટીવ, ઈન્ડિયા ઈઝ કમિટેડ. હું ગ્લોબલ ઈન્વેસ્ટરને ભરોસો આપું છું કે, અમે તમામ આપણી સાથે છીએ.

સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો પ્રારંભ થયો છે.

સાણંદમાં માઈક્રોન સેમિકન્ડકટરની ATMP ફેસેલિટીના ઉદ્ઘાટન પહેલા PMએ સાણંદ જીઆઈડીસીમાં રોડ શો યોજ્યો હતો. રોડ શો બાદ માઈક્રોન કંપનીના પ્લાન્ટની મુલાકાત લઈ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.