રીપોર્ટ@ઓસ્ટ્રેલિયા: ક્રિકેટર ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બહાર કાઢવા પ્રયાસ કરાયો હોવાનો તેની પત્નીએ આરોપ મૂક્યો છે.

મારા ધણીને દેશની ક્રિકેટ ટીમમાંથી કાઢી મૂકવા ઘણા પ્રયાસ થયા, કોઈએ મદદ કરી નહીં

 
ભારત vs ઓસ્ટ્રેલિયાઃ ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની જીત, સીરિઝ જીવંત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 તેની પત્નીકેંડિસ વોર્નરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

કેંડિસે આરોપ મૂકતા કહ્યું છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ તેના પતિ ડેવિડ વોર્નરને સેન્ડપેપર-ગેટ કાંડ બાદ રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

વર્ષ 2018 માં કેપ ટાઉનમાં બોલ-ટેમ્પરિંગની ઘટનામાં તેની સંડોવણી સામે આવ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વોર્નર પર કોઈપણ ફોર્મેટમાં ટીમની કપ્તાની ન કરવા દેવાનો પ્રતિબંધ મૂક્યો હતો.

બોલ ટેમ્પરિંગમાં તત્કાલિન ટેસ્ટ વાઇસ-કેપ્ટન વોર્નર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે સાઉથ આફ્રિકા સામેની તેમની ત્રીજી ટેસ્ટ મેચમાં બોલર કેમેરોન બેનક્રોફ્ટને સેન્ડપેપરના ટુકડાનો ઉપયોગ કરીને બોલ સાથે ટેમ્પરિંગ કરવા કહ્યું હતું. જેના પગલે, બેનક્રોફ્ટને નવ મહિના તથા વોર્નર અને સ્મિથને એક વર્ષ સુધી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય સ્મિથ પર બે વર્ષ માટે અને વોર્નર પર આજીવન કોઈપણ ફોર્મેટમાં કપ્તાની કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ધ મેટી જોન્સ પોડકાસ્ટમાં વાત કરતી વખતે, કેંડિસ વોર્નરે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકામાં હોટેલ છોડતી વખતે પણ ટેકો આપ્યો નહોતો.

કેંડિસ વોર્નરે કહ્યું કે, તેને કોઈ સપોર્ટ ન હતો. અમે હોટેલ છોડી બહાર નીકળ્યા ત્યારથી ડેવિડનો સફાયો કરવાના પ્રયાસ થયા હતા. તે વખતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કોઈ અધિકારીએ તેને મદદ પણ કરી ન હતી. કોઈ જ મદદ ન હતી. આ એવું હતું કે હવે તમે તમારા ખુદ માટે તમારો બચાવ કરો છો અને તમે તેના માટે બચાવ કરવાનું બંધ કરી દીધું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, તેને કહેવામાં આવ્યું કે તે જે પણ સેવા આપી તેના માટે થેન્ક્યુ. અમારાથી શક્ય તમામ શ્રેષ્ઠ બધું જ અમે તારી માટે કરીશું, પણ દેશ માટે ફરી ક્યારેય ક્રિકેટ રમવા ન આવીશ. અમે તમને દરેક વસ્તુ માટે બ્લેમ કરીશું. ખરેખર તેમણે તે જ કર્યું.

કપ્તાનીમાંથી આજીવન કોઈને હટાવી દેવા સાવ ખોટું: સ્મિથ

આ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના કોડ ઓફ કંટક્ટમાં સુધારો કર્યો હતો. તેનું કારણે એ હતું કે આવું કરવાથી વોર્નરને નિર્ણયની સમીક્ષા કરવાની અરજી કરવા મદદ કરી શકે. આ દરમિયાન એક મહિના પછી કોડ ઓફ કંડક્ટ કમિશનની સ્વતંત્ર પેનલે બન્નેને કહ્યું કે તે ફર્મ ધરાવે છે, અને બાદમાં રિવ્યૂ પેનલમાં વોર્નર પર "પબ્લિક લિંચિંગ"નો પ્રયાસ કરવાનો આરોપ લગાવીને કપ્તાની પર પ્રતિબંધ સામેની તેની અપીલ પાછી ખેંચી લીધી હતી.

વોર્નરે તેની અપીલ પાછી ખેંચી લીધા પછી, સ્મિથે કહ્યું કે તેના સાથીને જે સજા મળી છે તે ખરેખર નૈતિક રીતે ખોટી છે. તેણે કહ્યું કે મેદાનની અંદર હોય કે બહાર, વોર્નર એક લીડર છે અને તેનુ કામ શાનદાર રીતે કરે છે.

સ્મિથે કહ્યું કે, મારા મત મુજબ કોઈને કપ્તાનીથી આજીવન પ્રતિબંધ મૂકવો એ નૈતિક રીતે ખોટું છે. ડેવિડે તેનો સમય ટીમને આપ્યો છે. અમને ખબર છે કે તે ગ્રુપ સાથે, મેદાનની અંદર અને મદાનની બહાર એક અદ્ભૂત કામ કરી રહ્યો છે.