રીપોર્ટ@બહરાઈચ: હાર્ટએટેકથી વર-કન્યાનું મોત,બન્નેના એક ચિતા પર અગ્નિ સંસ્કાર

હૃદય ખળભળાવી મુકતી ઘટના
 
 
લગ્નને આપણે ત્યાં જન્મો જન્મનો સાથ ગણવામાં આવે છે પરંતુ બહરાઈચમાં એક એવી ઘટના બની કે સૌ કોઈના હૃદય પિગળી ગયા હતા. નવોઢાનાં લગ્ન જીવનનો એક દિવસમાં જ અંત આવ્યો હતો અને તેમના એક ચિતા પર અગ્નિ સંસ્કાર થયા હતા.  સુહાગરાતે વર-કન્યાના હાર્ટએટેકથી મોત થયાનું બહાર આવ્યું છે. સવારે જયારે વર-કન્યાના રૂમનો દરવાજો ન ખુલ્યો તો દરવાજો તોડવામાં આવ્યો હતો. રૂમમાં વર-કન્યાની લાશ બેડ પર પડી હતી.  વર પ્રતાપની વય 22 વર્ષની હતી જયારે કન્યા પુષ્પાની વય 20 વર્ષની હતી. આટલી નાની વયમાં બન્નેને અને તે પણ સાથે હાર્ટએટેક કેવી રીતે આવ્યો પરિવારજનો અને ડોકટરો પણ આશ્ચર્યચકીત છે.  ગોડહીયા ગામના પ્રતાપના લગ્ન 30મી મે એ ગોલનપુરવા ગામની પુષ્પા સાથે થયા હતા. 30 મે ના આખી રાત લગ્નવિધિ ચાલી હતી. 31મી મેએ બપોરે જાન વિદાય થઈ હતી ત્યારબાદ આખો દિવસ ઘરમાં પુજા-પાઠ, વિધિ ચાલી હતી. સુહાગરાતે નવોઢા પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા. જયારે સવારે નવોઢા મોડે સુધી બહાર ન આવતા દરવાજો ખખડાવાયો હતો, તેમ છતાં દરવાજો ન ખુલતા સંબંધીઓએ દરવાજો તોડી અંદર જોતા નવોઢાની લાશ બેડ પર પડેલી જોવા મળી હતી.  આ કિસ્સામાં વર-કન્યાનું હાર્ટ એટેકથી મોત થયાનું બહાર આવ્યું છે. રૂમમાં કોઈ શંકાસ્પદ વસ્તુ પણ નહોતી જોવા મળી. પરિવારજનો પહેલા તો વર-કન્યાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નહોતા થયા પણ પોલીસે જણાવ્યું કે મોતનો કોયડો ઉકેલવા પોસ્ટમોર્ટમ જરૂરી છે. પોલીસનું માનવું છે કે, દુલ્હા-દુલ્હન જે રૂમમાં સૂતા હતા તેમાં હવા-ઉજાશની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.  Dailyhunt

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગ્નને આપણે ત્યાં જન્મો જન્મનો સાથ ગણવામાં આવે છે પરંતુ બહરાઈચમાં એક એવી ઘટના બની કે સૌ કોઈના હૃદય પિગળી ગયા હતા. નવોઢાનાં લગ્ન જીવનનો એક દિવસમાં જ અંત આવ્યો હતો અને તેમના એક ચિતા પર અગ્નિ સંસ્કાર થયા હતા.

સુહાગરાતે વર-કન્યાના હાર્ટએટેકથી મોત થયાનું બહાર આવ્યું છે. સવારે જયારે વર-કન્યાના રૂમનો દરવાજો ન ખુલ્યો તો દરવાજો તોડવામાં આવ્યો હતો. રૂમમાં વર-કન્યાની લાશ બેડ પર પડી હતી.

વર પ્રતાપની વય 22 વર્ષની હતી જયારે કન્યા પુષ્પાની વય 20 વર્ષની હતી. આટલી નાની વયમાં બન્નેને અને તે પણ સાથે હાર્ટએટેક કેવી રીતે આવ્યો પરિવારજનો અને ડોકટરો પણ આશ્ચર્યચકીત છે.

ગોડહીયા ગામના પ્રતાપના લગ્ન 30મી મે એ ગોલનપુરવા ગામની પુષ્પા સાથે થયા હતા. 30 મે ના આખી રાત લગ્નવિધિ ચાલી હતી. 31મી મેએ બપોરે જાન વિદાય થઈ હતી ત્યારબાદ આખો દિવસ ઘરમાં પુજા-પાઠ, વિધિ ચાલી હતી. સુહાગરાતે નવોઢા પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા. જયારે સવારે નવોઢા મોડે સુધી બહાર ન આવતા દરવાજો ખખડાવાયો હતો, તેમ છતાં દરવાજો ન ખુલતા સંબંધીઓએ દરવાજો તોડી અંદર જોતા નવોઢાની લાશ બેડ પર પડેલી જોવા મળી હતી.

આ કિસ્સામાં વર-કન્યાનું હાર્ટ એટેકથી મોત થયાનું બહાર આવ્યું છે. રૂમમાં કોઈ શંકાસ્પદ વસ્તુ પણ નહોતી જોવા મળી. પરિવારજનો પહેલા તો વર-કન્યાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નહોતા થયા પણ પોલીસે જણાવ્યું કે મોતનો કોયડો ઉકેલવા પોસ્ટમોર્ટમ જરૂરી છે. પોલીસનું માનવું છે કે, દુલ્હા-દુલ્હન જે રૂમમાં સૂતા હતા તેમાં હવા-ઉજાશની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.