રિપોર્ટ@બિહાર: નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 9 લોકના મોત, જાણો વધુ વિગતે

પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બિહારમાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે. ચૈત્ર મહિનાનો આજે છેલ્લો મંગળવાર છે, તેથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પ્રશાસને દુર્ઘટના બાદ મંદિર અને મેળાને બંધ કરાવી દીધા છે.

8 મૃતકોમાંથી 2 ની ઓળખ થઈ શકી છે. તેમાં નાલંદા નિવાસી રીટા દેવી અને રેખા દેવીનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહારશરીફ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. સરકારે મૃતકોના પરિવારને 6 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને પીએમ રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. સાથે જ તમામ ઘાયલોને પણ 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

આજે, રાષ્ટ્રપતિ નાલંદા યુનિવર્સિટી ખાતે દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તેમની સુરક્ષા માટે ચાર જિલ્લાઓમાંથી 2,500 પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા, જ્યારે મંદિરમાં એકઠા થયેલા 10,000 લોકોની ભીડની સુરક્ષા માટે એક પણ પોલીસ જવાન તહેનાત કરવામાં આવ્યો ન હતો.