રિપોર્ટ@બિહાર: ભાજપે ચૂંટણી માટે 71 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો વધુ વિગતે

પ્રથમ યાદીમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે
 
રિપોર્ટ@બિહાર: ભાજપે ચૂંટણી માટે 71 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. ભાજપે ગઇકાલે બિહાર ચૂંટણી માટે 71 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. જેમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને તારાપુર અને મંત્રી મંગલ પાંડેને સિવાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવની ટિકિટ રદ કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે: બેતિયાથી રેણુ દેવી, પરેહરથી ગાયત્રી દેવી, નરપતગંજથી દેવાંતી યાદવ, કિશનગંજથી સ્વીટી સિંહ, પ્રાણપુરથી નિશા સિંહ અને કોઈરાથી કવિતા દેવી.

ઉમેદવારોમાં ઔરાઈથી રમા નિષાદ, વારિસાલીગંજથી અરુણા દેવી અને જમુઈથી શ્રેયસી સિંહનો સમાવેશ થાય છે. ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં 9 અને 11 નવેમ્બરે મતદાન થશે, અને 14 નવેમ્બરે પરિણામો જાહેર થશે.