રિપોર્ટ@દેશ: નેસ્લે-પેપ્સિકો સહિત ઘણી કંપનીઓને 150 નોટિસ, જાણો વધુ વિગતે

નેસ્લે ઇન્ડિયા, પેપ્સિકો, કોકા-કોલા ઇન્ડિયા જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સરકારે નિયમોનું પાલન ન કરવા બદલ તાજેતરના મહિનાઓમાં અનેક મુખ્ય ફૂડ બ્રાન્ડ્સ અને રિટેલ ચેઇન વિરુદ્ધ લગભગ 150 નોટિસ જારી કરી છે.

ભારતની ખાદ્ય સુરક્ષા નિયમનકારી સંસ્થા FSSAIએ આ નોટિસ ભ્રામક જાહેરાતો, ખોટા દાવાઓ અને લેબલ સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ આપી છે.

જે કંપનીઓને નોટિસ જારી કરવામાં આવી છે તેમાં નેસ્લે ઇન્ડિયા, પેપ્સિકો, કોકા-કોલા ઇન્ડિયા જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

એમેઝોન-ફ્લિપકાર્ટને 12 નોટિસ, ડોમિનોઝના પાંચ લાઇસન્સ સસ્પેન્ડ

FSSAIએ ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટને 12 નોટિસ મોકલી છે. નિયમનકારે જણાવ્યું કે એમેઝોનના એક વેરહાઉસનું લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યું છે.

જ્યારે કેએફસી, મેકડોનાલ્ડ્સ, પિઝા હટ, ડોમિનોઝ અને કોસ્ટા કોફી જેવી ફૂડ સર્વિસ સંસ્થાઓને 30થી વધુ નોટિસ જારી કરવામાં આવી છે. ડોમિનોઝના પાંચ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.