રિપોર્ટ@દેશ: જમ્મુ- કાશ્મીરના અખનૂરમાં આર્મીની એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો

આ પછી, સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે.
 
રિપોર્ટ@દેશ: જમ્મુ- કાશ્મીરના અખનૂરમાં આર્મીની એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાના અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં LoC પાસે આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. આ પછી, સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે.

ગામલોકોએ ખૌરના ભટ્ટલ વિસ્તારમાં આસન મંદિર પાસે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ છુપાયા હોવાની જાણ કરી હતી. આ પછી, સવારે લગભગ 7:25 વાગ્યે આતંકવાદીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જો કે આ હુમલામાં સૈનિકો ઘાયલ થયા હોવાની કોઈ માહિતી નથી. માત્ર એમ્બ્યુલન્સને નુકસાન થયું હતું.

આતંકી હુમલા બાદ વિસ્તારમાં સૈનિકોની તહેનાતી વધારી દેવામાં આવી હતી. તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 3 છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો, જે સતત ચાલુ છે.