રીપોર્ટ@દેશ: ભારતમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સમાં ઉછાળો, જાણો વધુ વિગતે

દેશમાં અલગ-અલગ બેન્ડ્સ અને સિંગર્સના 16,700થી વધુ લાઇવ કન્સર્ટ્સ થવાની શક્યતા છે.
 
રીપોર્ટ@દેશ: ભારતમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સમાં ઉછાળો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સની સંખ્યામાં  ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ કોલ્ડપ્લે, સિગારેટ્સ આફ્ટર સેક્સ અને એડ શીરન જેવા વૈશ્વિક સંગીત કલાકારોના કોન્સર્ટ્સે ભારે ભીડને આકર્ષી હતી. લોલાપાલૂઝા ઇન્ડિયાની ત્રીજી આવૃત્તિમાં અમેરિકન રોક બેન્ડ ગ્રીન ડે, કેનેડિયન સિંગર શોન મેન્ડેસ, નોર્વેની ઓરોરા અક્સનેસ અને બ્રિટિશ ફેશન ડિઝાઇનર સિંગર લૂઇસ ટોમલિન્સન જેવા કલાકારોએ પ્રથમ વખત પરફોર્મન્સ થયું. આ ઇવેન્ટમાં બે દિવસમાં લગભગ 40,000 લોકો જોડાયા.

હવે બુકમાયશોએ જાહેરાત કરી છે કે રેપર ટ્રાવિસ સ્કોટ આ ઓક્ટોબરમાં દિલ્હીમાં પોતાનું પ્રથમ પરફોર્મન્સ આપશે. દેશમાં અલગ-અલગ બેન્ડ્સ અને સિંગર્સના 16,700થી વધુ લાઇવ કન્સર્ટ્સ થવાની શક્યતા છે. બુકમાયશોના લાઇવ એન્ટરટેઇનમેન્ટ અને વેન્યુના સીઓઓ અનિલ માખીજાએ કહ્યું, વિશ્વના મોટા કલાકારો હવે ભારતને પોતાની ગ્લોબલ ટુરનો મહત્ત્વનો ભાગ માની રહ્યા છે. અમારા ગ્લોબલ પાર્ટનર્સ પાસેથી સીધું સાંભળવા મળે છે કે કલાકારો ભારતમાં પરફોર્મ કરવા ઉત્સુક છે.