રિપોર્ટ@દેશ: કેપ્ટન ગિલે કરિયરની 10મી સદી ફટકારી, 129 રન બનાવીને નોટઆઉટ રહ્યો
આ કેપ્ટન બન્યા પછી શુભમનની ત્રીજી સેન્ચુરી છે.
Oct 11, 2025, 13:33 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલમાં ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શનિવારે મેચનો બીજો દિવસ છે અને બીજો સેશન ચાલુ છે.
દિલ્હી ટેસ્ટમાં ભારતે પોતાની પહેલી ઇનિંગ 518 રન પર ડિકલેર કરી. વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી મેચમાં કેપ્ટન શુભમન ગિલ 129 રન બનાવીને અણનમ રહ્યો હતો. સાઈ સુદર્શને 87, ધ્રુવ જુરેલે 44 અને નીતિશ કુમાર રેડ્ડીએ 43 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે દિવસની શરૂઆત 318 રનના સ્કોરથી કરી હતી. કેપ્ટન ગિલની ભૂલને કારણે ઓપનર યશસ્વી જયસ્વાલ 175 રન પર રન આઉટ થયો હતો. તેણે દિવસની શરૂઆત 173 રનના સ્કોરથી કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ માટે જોમેલ વોરિકને 3 વિકેટ લીધી હતી.