રિપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું, 1 આતંકવાદી ઠાર

ભાગી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.
 
રિપોર્ટ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું, 1 આતંકવાદી ઠાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ખુરમોરા રાજવાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. આ અથડામણમાં 1 આતંકવાદી માર્યો ગયો હતો અને કેટલાક આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ભાગી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. એક જવાન ઘાયલ થયાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જચલદારાના ક્રુમહુરા ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ત ઓપરેશન શરૂ કર્યું હતું.

આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે અને તેની પાસેથી એક એસોલ્ટ રાઇફલ પણ મળી આવી છે.