રિપોર્ટ@દેશ: ભારત-કેનેડા વિવાદનું મુખ્ય કારણ લોરેન્સ કેમ? જાણો વધુ વિગતે
દેશ-વિદેશમાં સવાલ ઊઠ્યા, નિજ્જરની હત્યા અને પન્નુ પર હુમલામાં એક જેવું કાવતરું, કેનેડા કેમ લોરેન્સને ભારતીય એજન્ટ્સ સાથે જોડે છે?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત અને કેનેડા વચ્ચે કેટલાક સમયથી વિવાદ જોવા મળી રહ્યો છે. બંનેય દેશો વચ્ચેનાં સબંધો ખરાબ થતા જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાં સવાલ ઊઠ્યા, નિજ્જરની હત્યા અને પન્નુ પર હુમલામાં એક જેવું કાવતરું, કેનેડા કેમ લોરેન્સને ભારતીય એજન્ટ્સ સાથે જોડે છે? NCP અજિત જૂથના નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર,2024ની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લોરેન્સ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ વર્ષે 14 એપ્રિલે સલમાનના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ એક એવું નામ છે જેને કારણે ભારત અને કેનેડાના સંબંધો વણસી રહ્યા છે.
14 ઓક્ટોબરે કેનેડિયન પોલીસે કેનેડામાં ખાલિસ્તાનીઓ પર હુમલાને લઈને ફરી એકવાર ભારતનું નામ લીધું અને કહ્યું કે, ભારત સરકારના એજન્ટ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કામ કરે છે. આ સાથે જ ફરીવાર બન્ને દેશ સામસામે આવી ગયા.
એક નિવેદનમાં કેનેડાના ફેડરલ પોલીસિંગના રાષ્ટ્રીય સુરક્ષાના આસિસ્ટન્ટ કમિશનર બ્રિજિટ ગૌવિને કહ્યું તે, "ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે. ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્ત્વોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લોરેન્સ-ગોલ્ડી બ્રાર ગેંગ 'ભારતના એજન્ટો' સાથે જોડાયેલી છે. લોરેન્સ ડ્રગ અને આર્મ્સ સ્મગ્લિંગથી ખાલિસ્તાની મૂવમેન્ટ અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ જેવાં સમૂહોને ફંડ કરે છે.