રિપોર્ટ@દેશ: ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ડ્રગ્સ મળી આવતું હોય છે. ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે. સંરક્ષણ અધિકારીઓએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડે આટલું મોટું કન્સાઇનમેન્ટ અગાઉ ક્યારેય પકડ્યું નથી. આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું હતું.
ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી એનસીબીને આ ડ્રગ્સ વિશે માહિતી મળી હતી. આ પછી દિલ્હી NCBએ ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ અને નેવીની મદદથી એક બોટ પકડી જેમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.