રિપોર્ટ@દેશ: રામમંદિરની થીમ...'ભાઈજાન'ની ઘડિયાળ પર વિવાદ, જાણો વધુ વિગતે

સેલ્ફ ડિક્લેર્ડ ક્રિટિક કમાલ રાશિદ ખાને સલમાન અને તેના ફેન્સ પર ભડકાઉ નિવેદન આપ્યું છે.
 
 રિપોર્ટ@દેશ: રામમંદિરની થીમ...'ભાઈજાન'ની ઘડિયાળ પર વિવાદ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રામમંદિરની થીમ...'ભાઈજાન'ની ઘડિયાળ પર વિવાદ સર્જાયો છે. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિકંદર' 30 માર્ચે ઈદના ખાસ અવસર પર રિલીઝ થઈ રહી છે. હાલ સલમાન ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડ ખાતે એક પ્રેસ મીટ યોજી હતી.

આ દરમિયાન તેણે રામમંદિર સ્પેશિયલ એડિશન ઘડિયાળ પહેરેલી હતી.આ તસવીરો સામે આવ્યા પછી ઘણા યુઝર્સ 'ભાઈજાન'નાં વખાણ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેના અંદાજને પસંદ કરી રહ્યા નથી. એવામાં સેલ્ફ ડિક્લેર્ડ ક્રિટિક કમાલ રાશિદ ખાને સલમાન અને તેના ફેન્સ પર ભડકાઉ નિવેદન આપ્યું છે.

કમાલ રશીદ ખાને તેના ઓફિશિયલ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે- તે બધા મુસ્લિમ ભાઈઓને મુબારક જે ઈદ પર સિકંદર જોઈને સલમાન ખાનને ઈદી આપવા માગે છે. તે રામ જન્મભૂમિ એડિશન ઝાયોનિસ્ટ ઘડિયાળ પહેરી બધા મુસ્લિમોની મજાક ઉડાવી રહ્યો છે. તેના બધા મુસ્લિમ ફેન્સ શરમ વગરના છે.