રિપોર્ટ@દિલ્હી: ભાજપના નેતા પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના કટઆઉટને યમુના નદીમાં ડુબાડ્યું

કેજરીવાલના કટઆઉટ પર લખ્યું હતું - હું નિષ્ફળ ગયો છું, કૃપા કરીને મને માફ કરો. કટઆઉટમાં કેજરીવાલ કાન પકડેલા દેખાય છે.
 
રિપોર્ટ@દિલ્હી: ભાજપના નેતા પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના કટઆઉટને યમુના નદીમાં ડુબાડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાજપના નેતા પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના કટઆઉટને યમુના નદીમાં ડુબાડ્યું હતું. તેઓ સવારે ITOના યમુના ઘાટ પહોંચ્યા હતા.

ભાજપના નેતા પ્રવેશ વર્મા બોટમાં બેસીને નદીમાં ગયા અને કેજરીવાલના કટઆઉટને યમુનામાં ડુબાડ્યું. કેજરીવાલના કટઆઉટ પર લખ્યું હતું - હું નિષ્ફળ ગયો છું, કૃપા કરીને મને માફ કરો. કટઆઉટમાં કેજરીવાલ કાન પકડેલા દેખાય છે.

પ્રવેશ વર્માએ કહ્યું હતું કે કેજરીવાલે યમુનાની સફાઈનું વચન પૂરું કર્યું નથી. અમારી સરકાર બનતાંની સાથે જ સાબરમતી રિવર ફ્રન્ટની જેમ યમુના રિવર ફ્રન્ટ બનાવવામાં આવશે.