રીપોર્ટ@દિલ્હી: નવા મુખ્યમંત્રી 20 ફેબ્રુઆરીએ શપથ લેશે, જાણો વધુ વિગતે
19મીએ ધારાસભ્ય દળની બેઠક, શપથ સમારોહમાં PM સહિત 20 રાજ્યના મુખ્યમંત્રીઓ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. 20 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રી રામલીલા મેદાનમાં શપથ લેશે. જોકે, ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કર્યો નથી. 19 ફેબ્રુઆરીએ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે.
અગાઉ 16 ફેબ્રુઆરીની સાંજે સમાચાર આવ્યા હતા કે ધારાસભ્ય પક્ષની બેઠક 17 ફેબ્રુઆરી એટલે કે આજે યોજાશે અને શપથ ગ્રહણ સમારોહ 18 ફેબ્રુઆરીએ યોજાશે. જોકે થોડા સમય પછી તેને બે દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું. આનું કારણ આપવામાં આવ્યું ન હતું.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. આમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ અને એનડીએ શાસિત 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સામેલ હશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટ ખેલાડીઓ, સાધુ-સંતો અને રાજદ્વારીઓ પણ આવશે.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના 12થી 16 હજાર લોકોને બોલાવવાની તૈયારી કરવામાં આવી છે. કાર્યક્રમની વ્યવસ્થાની દેખરેખ માટે ભાજપના મહાસચિવો વિનોદ તાવડે અને તરુણ ચુઘને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.