રિપોર્ટ@દિલ્હી: ગેસના બાટલાના ભાવ વધ્યા, આજથી 4 મોટા ફેરફાર થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોંઘવારી સાથે થઈ જૂન મહિનાની શરૂઆત થઈ રહી છે. કોમર્શિયલ સિલિન્ડર આજથી 53.50 રૂપિયા સુધી મોંઘો થયો છે. દિલ્હીમાં તે 3113.50 રૂપિયામાં મળી રહ્યો છે. 5 કિલોના LPG સિલિન્ડરની કિંમતોમાં 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી હવે આ સિલિન્ડરની કિંમત 821.50 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ અને ATF, એટલે કે વિમાનના ઇંધણ પર નવી નિકાસ ડ્યુટી આજથી લાગુ થઈ ગઈ છે.
આજથી 4 મોટા ફેરફારો
1. કોમર્શિયલ સિલિન્ડર 53.50 રૂપિયા સુધી મોંઘો
ફેરફાર: તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹53.50 રૂપિયા સુધી મોંઘો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમત ₹3113.50 થઈ ગઈ છે. પહેલા તે ₹3071.50 માં મળતો હતો.
અસર: કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ વધશે. આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી મોંઘા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ મોંઘી થઈ શકે છે.
4 મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત
શહેર નવી કિંમત જૂની કિંમત ફેરફાર
દિલ્હી 3113.50 3071.50 42.00
કોલકાતા 3255.50 3202.00 53.50
મુંબઈ 3067.50 3024.00 43.50
ચેન્નઈ 3283.00 3237.00 46.00
5 કિલોનો ફ્રી ટ્રેડ LPG સિલિન્ડર 11 રૂપિયા મોંઘો
FTL સિલિન્ડરની કિંમત 11 રૂપિયા વધીને 821.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેની કિંમત ₹810.50 રૂપિયા હતી. 5 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવ 339 રૂપિયા પર સ્થિર છે. FTL સિલિન્ડરને છોટુ સિલિન્ડર પણ કહેવાય છે, જેને કોઈપણ એડ્રેસ પ્રૂફ વગર લઈ શકે છે. તેનો ઉપયોગ મોટાભાગે પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અથવા નાના દુકાનદારો કરે છે.
નોંધ- ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
2. પેટ્રોલ, ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટી ઘટી
ફેરફાર: કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને હવાઈ જહાજના ઈંધણ પર એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. નવા દરો આજ 1 જૂનથી લાગુ પડી ગયા છે.
પેટ્રોલની નિકાસ પર 1.5 રૂપિયા પ્રતિ લિટર ડ્યુટી નક્કી કરવામાં આવી છે.
ડીઝલની નિકાસ પર 13.5 રૂપિયા પ્રતિ લિટર ડ્યુટી રાખવામાં આવી છે.
હવાઈ જહાજના ઈંધણ (ATF)ની નિકાસ પર 9.5 રૂપિયા પ્રતિ લિટર ડ્યુટી નક્કી કરવામાં આવી છે.
3. HDFC બેંકમાં નાના UPI ટ્રાન્ઝેક્શન પર SMS એલર્ટ બંધ થશે
ફેરફાર: HDFC બેંક નાના રકમના UPI વ્યવહારો પર મળતા મોબાઈલ SMS નોટિફિકેશન્સને સંપૂર્ણપણે બંધ કરી રહી છે.
પૈસા મોકલવા પર : જ્યારે તમે કોઈને ₹100 થી વધુ ટ્રાન્સફર કરશો, ત્યારે જ SMS આવશે.
પૈસા મળવા પર: જ્યારે તમારા ખાતામાં ₹500 થી વધુ રકમ આવશે, ત્યારે જ SMS આવશે.
4. સબસિડીવાળા સોલર પેનલ પર કડક નિયમો
ફેરફાર: હવે રૂફટોપ સોલર અને નેટ-મીટરિંગ પ્રોજેક્ટ્સમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ઉત્પાદકોના જ સોલર પેનલનો ઉપયોગ થશે.

