રિપોર્ટ@દિલ્હીઃ ગેસ સિલિન્ડર અને સિગારેટ મોંઘા થયા, આજથી લાગુ થયા 6 મોટા ફેરફાર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 2026નું બજેટ રજૂ થયું છે. આજેથી 6 મોટા ફેરફારો થઈ રહ્યા છે. આજથી સિગારેટ અને તમાકુ ઉત્પાદનો મોંઘા થઈ ગયા છે. જ્યારે હવેથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, 1 ફેબ્રુઆરીથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹50 સુધી મોંઘો થઈ ગયો છે.
6 મોટા ફેરફારો જેની અસર આપણા જીવન પર પડશે…
1. GST વધ્યો, સિગારેટ 40% સુધી મોંઘી થશે
3 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવેલા ફેરફાર બાદ હવે 1 ફેબ્રુઆરીથી પાન મસાલા, ખૈની અને ગુટખા જેવા તમાકુ ઉત્પાદનો પર 40% GST લાગશે. સેસ હટાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી આના પર 28% GST સાથે 'કમ્પેન્સેશન સેસ' લાગતો હતો. જેનાથી કુલ ટેક્સ 50%થી વધુ થઈ જતો હતો.
સિગારેટ પર તેની લંબાઈના આધારે નવી એક્સાઈઝ ડ્યુટી પણ લાગુ પડશે. ₹2.05 થી લઈને ₹8.5 પ્રતિ સ્ટિક સુધી આ એક્સાઈઝ ડ્યુટી લાગશે. આ ઉપરાંત તમાકુ ઉત્પાદનોની જેમ સિગારેટ પર 40% GST પણ લાગશે. જોકે, બીડી પર રાહત આપતા GSTને 18% કરી દેવામાં આવ્યો છે.
એક્સાઈઝ ડ્યુટી મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઉમેરાય છે. જ્યારે સિગારેટ ફેક્ટરીમાંથી નીકળે છે, ત્યારે તેના પર એક્સાઈઝ લાગી ચૂક્યો હોય છે. આ પછી જ્યારે તેના પર GST લગાવવામાં આવે છે, ત્યારે તે 'વધેલી કિંમત' પર લાગે છે. આનાથી 'ટેક્સ પર ટેક્સ' ની સ્થિતિ બને છે અને ફાઈનલ MRP વધી જાય છે.
આ બદલાવથી રિટેલ માર્કેટમાં સિગારેટ અને તમાકુ ઉત્પાદનોની કિંમતોમાં 15% થી 40% સુધીનો ઉછાળો આવી શકે છે. સરકારનું આ પગલું સરકારી તિજોરી ભરવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યું છે. કારણ કે સપ્ટેમ્બરમાં સરકારે ઘરેલું વપરાશ વધારવા માટે ઘણા ઉત્પાદનો પર GSTમાં ઘટાડો કર્યો હતો.
આજથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV પ્રોસેસની જરૂર નહીં પડે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નવી કાર માટે KYV પ્રોસેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
તેમજ, જે કાર પર પહેલાથી ફાસ્ટેગ લાગેલું છે, તેમના માલિકોને પણ હવે રૂટિન KYV કરાવવાની જરૂર નહીં પડે. આનાથી વાહન માલિકોને માન્ય દસ્તાવેજો હોવા છતાં લાંબી વેરિફિકેશન પ્રક્રિયા માટે રાહ જોવી પડશે નહીં.
ઓથોરિટી અનુસાર, KYVની પ્રક્રિયાને સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવી નથી, પરંતુ તેને 'જરૂરિયાત આધારિત' બનાવી દેવામાં આવી છે. હવે ફક્ત KYV ત્યારે જ માંગવામાં આવશે, જ્યારે કોઈ ફાસ્ટેગના ખોટા ઉપયોગ, ખોટી રીતે જારી થવા અથવા તેના ગુમ થવાની કોઈ ફરિયાદ મળશે. સામાન્ય રીતે કામ કરી રહેલા ફાસ્ટેગ માટે હવે કોઈપણ પ્રકારના દસ્તાવેજની ફરીથી માંગ કરવામાં આવશે નહીં.
આજથી 19 કિલોવાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં તેની કિંમત 49 રૂપિયા વધીને ₹1740.50 થઈ ગઈ છે. પહેલા તે ₹1691.50 માં મળતો હતો. જ્યારે ચેન્નઈમાં તે હવે 50 રૂપિયા મોંઘો થઈને 1899.50 રૂપિયામાં મળશે.

