રિપોર્ટ@દિલ્હી: લોન સસ્તી થશે, RBIએ વ્યાજદર 0.25% ઘટાડ્યો, જાણો વધુ વિગતે

આ ઘટાડાનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3થી 5 ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
 
રિપોર્ટ@દિલ્હી: લોન સસ્તી થશે, RBIએ વ્યાજદર 0.25% ઘટાડ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે. આ ઘટાડાનો નિઆ ઘટાડાનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3થી 5 ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.ર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3થી 5 ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ડિસેમ્બરે આ અંગે માહિતી આપી હતી.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે RBI જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે, એટલે કે આવનારા દિવસોમાં હોમ અને ઓટો જેવી લોન 0.25% સુધી સસ્તી થઈ જશે.

તાજેતરના ઘટાડા પછી 20 વર્ષની ₹20 લાખની લોન પર EMI 310 રૂપિયા સુધી ઘટશે. એવી જ રીતે ₹30 લાખની લોન પર EMI 465 રૂપિયા સુધી ઘટશે. નવા અને વર્તમાન ગ્રાહકો બંનેને એનો લાભ મળશે.