રિપોર્ટ@દિલ્હીઃ LPG મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન,"નામ નરેન્દ્ર-કામ સરેન્ડર, મોદી જી શરમ કરો!"ના નારા લાગ્યા, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો. રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો આઠ સસ્પેન્ડ કરાયેલા સાંસદોની વાપસી કરવાની માંગ કરી રહ્યા હતા. ઓમ બિરલાએ કહ્યું, "જો તમે ગૃહમાં ટેબલ પર ચઢી જશો, તો આ જ એક્શન લેવાશે. સંસદની પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી દરેકની છે."
ત્યારબાદ લોકસભાને પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી ફરી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. અગાઉ, વિરોધ પક્ષોએ સંસદ સંકુલમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને એલપીજી મામલે વિરોધ કર્યો હતો. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસએ બંને ગૃહોમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ગુરુવારે શરૂઆતમાં, સરકારે ગૃહમાં LPG અને તેલની અછત અને વધતી કિંમતો અંગે વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અથવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલની કોઈ અછત નથી.
શુક્રવારે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. લોકસભામાં LPG મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે " નામ નરેન્દ્ર, કામ સરેન્ડર" અને "મોદી જી શરમ કરો!"ના નારા લગાવ્યા હતા.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- વિદેશમાં બની રહેલી ઘટનાઓના કારણે આપણા દેશ માટે કેટલાક પડકારો ઉભા થઈ રહ્યા છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, આ પડકારોનો સામનો કરવા જરૂરી ભંડોળ પૂરું પાડવા અને સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા સમયે, વિપક્ષે સરકાર સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહેવું જોઈએ, પરંતુ તે બેજવાબદારીભર્યુ વર્તન કરી રહ્યું છે.

