રિપોર્ટ@દિલ્હી: 7 દિવસમાં ત્રીજી વખત શાળાઓમાં બોમ્બની ધમકી મળી, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શાળાઓ, એરપોટ અનેક જ્ગ્યાએને ઉડાવી દેવાના ધમકી ભર્યા મેઇલ મળતા હોય છે. ફરી એક વાર ઘણી શાળાઓનો ઉડાવી દેવાની ધમકી મળી છે. 7 દિવસમાં ત્રીજી વખત દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. પોલીસ ટીમ તપાસ માટે DPS આરકે પુરમ પહોંચી છે. સવારે 6 વાગ્યે ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. દિલ્હીની શાળાઓમાં ધમકીનો બે દિવસમાં આ બીજો મામલો છે.
શુક્રવારે દિલ્હીની 30 શાળાઓને ધમકીઓ પણ મળી હતી. સ્કૂલોને ઈમેલ મોકલનાર વ્યક્તિએ લખ્યું હતું કે 13-14 ડિસેમ્બરે પેરેન્ટ્સ મીટિંગ અને સ્પોર્ટ્સ ડે પર બોમ્બ બ્લાસ્ટ થશે. તપાસમાં બહાર આવ્યું છે કે ઈમેલ દેશ બહારથી આવ્યા હતા.
કેમ્બ્રિજ સ્કૂલ, શ્રીનિવાસપુરીના પ્રિન્સિપાલ માધવી ગોસ્વામીએ કહ્યું હતું કે સવારે 5:50 વાગ્યે જ્યારે તેમણે ધમકીભર્યો ઈ-મેલ જોયો ત્યારે તેમણે પોલીસ, માતા-પિતા અને સ્કૂલ બસ ડ્રાઈવરોને જાણ કરી.