રિપોર્ટ@દિલ્હી: વિધાનસભા ભવન અને લાલ કિલ્લાને બોમ્બબ્લાસ્ટમાં ઉડાવી દેવાની ધમકી, જાણો વધુ વિગતે

બોમ્બ-સ્કવોડ અને ડોગ-સ્કવોડ તપાસમાં લાગી ગઈ છે. હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
 
રિપોર્ટ@દિલ્હી: વિધાનસભા ભવન અને લાલ કિલ્લાને બોમ્બબ્લાસ્ટમાં ઉડાવી દેવાની ધમકી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હી વિધાનસભા ભવન અને લાલ કિલ્લાને બોમ્બબ્લાસ્ટમાં ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે ખાલિસ્તાની ગ્રુપ દ્વારા ધમકીનો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ, વિધાનસભા ભવનની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ-સ્કવોડ અને ડોગ-સ્કવોડ તપાસમાં લાગી ગઈ છે. હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

એે જ સમયે, લાલ કિલ્લાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ પહેલાં દિલ્હી સ્થિત ધૌલા કુંઆના આર્મી પબ્લિક સ્કૂલ અને લોધી રોડના એરફોર્સ બાલ ભારતી સ્કૂલને ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.

માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, બોમ્બ-સ્કવોડ, ડોગ-સ્કવોડ અને દિલ્હી ફાયર સર્વિસની ટીમો સ્કૂલમાં પહોંચી આખો કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો, જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી