રિપોર્ટ@દિલ્હી: LGએ આતિશીને કહ્યું કે, તમને યમુના માતાએ શ્રાપ આપ્યો છે, જાણો વધુ
તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો છે, તેથી જ તમારી પાર્ટી ચૂંટણી હારી ગઈ.
Feb 10, 2025, 18:13 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી આતિશીને કહ્યું છે કે તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો છે. જેના કારણે તમારી પાર્ટી ચૂંટણી હારી ગઈ. LG એ આ વાતો 9 ફેબ્રુઆરીના રોજ કહી હતી. જ્યારે આતિશી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે તેમની પાસે ગયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એલજી સક્સેનાએ આતિશીને કહ્યું હતું કે તેમણે તેમના બોસ અરવિંદ કેજરીવાલને 'યમુનાના શ્રાપ' વિશે ચેતવણી આપી હતી, જ્યારે તેમણે નદીની સફાઈના પ્રોજેક્ટને રોકવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એલજી હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આતિશીએ એલજીની ટિપ્પણીનો કોઈ જવાબ આપ્યો ન હતો.