રિપોર્ટ@દેશ: દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં વરસાદમાં 11 લોકોના મોત નીપજ્યા
11 લોકોના મોત થયા છે
Jun 30, 2024, 18:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં વરસાદમાં 11 લોકોના મોત થયા છે. 29 જૂને પણ 6 મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં ચાર બાળકો, એક યુવક અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે.
સાથે જ એઈમ્સના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઓખલામાં પાણી ભરેલા અંડરપાસમાંથી 60 વર્ષના વૃદ્ધની લાશ મળી આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેનો મૃતદેહ છેલ્લા 24 કલાકથી અહીં જ હતો. તેમજ, આઉટર નોર્થ દિલ્હીમાં, પાણીમાં ગરકાવ અંડરપાસમાંથી બે છોકરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. IMD અનુસાર, આગામી 2 દિવસ સુધી દિલ્હીમાં વરસાદની શક્યતાઓ છે.