રિપોર્ટ@દેશ: NEETમાં 12 વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક્સ મળ્યાં, જાણો વધુ વિગતે
700થી વધુ માર્ક્સ મળ્યાં
Jul 21, 2024, 07:40 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં NEETની પરિક્ષાનુ રિજલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 12 વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જાહેર કરાયેલા NEETના રિઝલ્ટ બાદ રાજકોટ દેશભરમાં ચર્ચા છે.
જેમાં રાજકોટના RK યુનિવર્સિટી સેન્ટર પર 12 વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક્સ મળ્યા છે, જ્યારે 115 વિદ્યાર્થીઓને 600થી વધુ માર્ક મળ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના કો-ઓર્ડિનેટર અને આર. કે. યુનિવર્સિટી સેન્ટરના સુપરિટેન્ડન્ટ સાથે વાતચીત કરી તો તેમણે સંપૂર્ણ પારદર્શિકતાથી જ પરીક્ષા લેવામાં આવી હોવાનું જણાવ્યું. આર.કે યુનિવર્સિટીમાં પરીક્ષા આપનાર 85% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.