રિપોર્ટ@દેશ: 23 વર્ષીય યુવકે 5 લોકોની હત્યા કરી, જાણો સમગ્ર બનાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. કેરળના તિરુવનંતપુરમના વેંજારામુડુમાં 23 વર્ષીય યુવકે 5 લોકોની હત્યા કરી દીધી. આરોપીએ છરી અને હથોડી વડે તેની પ્રેમિકા, ભાઈ, દાદી, કાકા અને કાકીની ક્રૂરતાથી હત્યા કરી. આ પછી આરોપીએ માતા પર હુમલો કર્યો અને તેને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો.
યુવકે સંપૂર્ણ આયોજન સાથે ત્રણ અલગ અલગ જગ્યાએ આ ઘટનાને અંજામ આપ્યો. પછી તે વેંજારામુડુ પોલીસ સ્ટેશન ગયો અને સરેન્ડર કર્યું અને પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસ સ્ટેશનમાં આરોપીએ જણાવ્યું કે તેણે તેની માતા અને ગર્લફ્રેન્ડ સહિત 6 લોકોની હત્યા કરી છે. આરોપીનું નામ અફ્ફાન છે.
પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, જેમાં આરોપીનો ભાઈ અહેસાન, દાદી સલમા બીવી, કાકા લતીફ, કાકી શાહિદા અને તેની ગર્લફ્રેન્ડ ફરશાનાનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ 2 પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયેલા છે.