રિપોર્ટ@દેશ: 28 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, કયા કયા વિસ્તારોમાં પડશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે શનિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત 28 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
શુક્રવારે રાજસ્થાનના ઘણા શહેરોમાં રેકોર્ડ વરસાદ પડ્યો હતો. અજમેરમાં 1995 પછી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 25થી વધુ સ્કૂલોના બાળકો પૂરમાં ફસાઈ ગયા હતા. રસ્તાઓ પર 3-4 ફૂટ પાણી વચ્ચે તેમને બચાવી લેવાયા હતા. આજે સ્કૂલો બંધ છે.
અજમેરની જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયા હતા. રાજસમંદ જિલ્લામાં રસ્તાઓ અને પુલો નદીઓમાં ફેરવાયા. ચાર લોકોને લઈને જતી કાર એક પુલ પરથી પસાર થતી વખતે તણાઈ ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ તમામ લોકોને બચાવી લીધા હતા.હવામાન વિભાગે 8 સપ્ટેમ્બરે 18 રાજ્યોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.