રિપોર્ટ@દેશ: NEET કૌભાંડમાં 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

 CBIએ 4 આરોપીના રિમાન્ડ માંગ્યા

 
રિપોર્ટ@દેશ: NEET કૌભાંડમાં 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર પેપર લીંકની ઘટનાઓ સામે આવતી હોય છે. ગાોધરામાં NEET કૌભાંડ મામલે CBIની તપાસ તેજ કરાઈ છે. ત્યારે આજે પાંચમાં દિવસે સીબીઆઇ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. જેને લઈ આજે રિમાન્ડ અરજી પર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલ 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇ દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમો અને જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ વાલીઓ અને જય જલારામ સ્કૂલના માલિકને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે સીબીઆઇ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે આજરોજ ગોધરાના સબજેલમાંથી ગોધરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.


ગોધરાના નીટ પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં ઝડપાયેલા પાંચ આરોપીઓ હાલ ગોધરા સબ જેલમાં કેદ છે. આ પૈકીના ચાર આરોપીઓને વધુ પુછપરછો માટે સી.બી.આઇ ટીમ દ્વારા ગુજરાત સ્થિત સેસન્સ અદાલત સમક્ષ વધુ રિમાન્ડની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આજરોજ ચારેય આરોપીઓને સબજેલમાંથી ગોધરા કોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા હતા.


ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને ગઈકાલે ગોધરા શહેરના સર્કિટહાઉસ ખાતે સીબીઆઇ દ્વારા 16 વિદ્યાર્થી પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીનાં નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે CBIની ટીમ દ્વારા જય જલારામ સ્કૂલના સંચાલકનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.


નીટકાંડમાં પરશુરામ રોય, આરિફ વોરા, તુષાર ભટ્ટ, આનંદ વિભોર તથા પરષોત્તમ શર્માની ધરપકડ કરી હતી. હાલ તમામ 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે સીબીઆઇની એક ટીમ ગુરુવારે ગોધરા કોર્ટ પહોંચી હતી. સીબીઆઇની ટીમે કોર્ટમાં આરિફ વોરા, તુષાર ભટ્ટ, આનંદ વિભોર તથા પરષોત્તમ શર્માના 4 દિવસના રિમાન્ડ મેળવવા અરજી દાખલ કરી છે. જે અરજીની સુનાવણી આજે શુક્રવારે કોર્ટમાં થવાની છે.


ગોધરા નીટકાંડમાં સીબીઆઇએ રાજ્યના 6 પરીક્ષાર્થીઓ, વાલી તથા નીટ સેન્ટરના ટ્રસ્ટીની પૂછપરછ કરીને નિવેદનો લીધાં હતાં. સીબીઆઇએ પા઼ંચ આરોપી પૈકી 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ માંગતી અરજી દાખલ કરી છે. રાજ્ય બહારના પરીક્ષાર્થીઓનાં ફોર્મમાં સરનામાં પંચમહાલ અને વડોદરા બતાવ્યાં હતાં. તેમજ પરપ્રાંતીય પરીક્ષાર્થીઓએ નીટ પેપરની ગુજરાતી ભાષાની પસંદગી કરી હોવાનું સીબીઆઇની તપાસમાં ખૂલ્યું છે. ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના આયોજનની તપાસ સીબીઆઇને સોંપાતા ટીમે સમગ્ર કેસના તપાસ પેપર અનુવાદ કરીને કેસનો અભ્યાસ કરીને તપાસ ચાલુ કરી હતી.


સીબીઆઇની ટીમે બુધવારે નીટ પરીક્ષાનાં બે સેન્ટરનું ચેકિંગ કર્યું હતું. સેન્ટરના ચેકિંગમાં સીબીઆઇએ તપાસ કર્યા બાદ ગુરુવારે સીબીઆઇની ટીમ રાજ્યના નીટ પરીક્ષાર્થીઓનાં નિવેદન અને પૂછપરછ માટે ગોધરા સર્કિટ હાઉસ ખાતે બોલાવ્યા હતા. એક બાદ એક સીબીઆઇની એક ટીમ પરીક્ષાર્થીઓ અને વાલીઓની પૂછપરછ કરીને નિવેદનો લીધાં હતાં. સીબીઆઇ સરકારી કર્મીઓને પંચ તરીકે રાખીને નિવેદનો લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને મળેલા 16 પરીક્ષાર્થીઓમાંથી 6 રાજ્યના પરીક્ષાર્થીઓ તથા વાલીઓની અગાઉ સ્થાનિક તપાસ ટીમે પૂછપરછ કરીને નિવેદનો લઇને જવા દીધા હતા. ત્યારે સીબીઆઇએ 6 પરીક્ષાર્થીઓ અને વાલીઓને બોલાવીને નવેસરથી પૂછપરછ કરીને નિવેદનો લીધાં બાદ જયજલારામ સ્કૂલના ટ્રસ્ટીની પણ સીબીઆઇની ટીમે પૂછપરછ કરીને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.


સીબીઆઇની ટીમે સમગ્ર કેસનો અભ્યાસ કરતા રાજ્ય બહારના પરીક્ષાર્થીઓનાં નીટના ફોર્મ ભરતી વખતે રાજ્ય બહારના પરીક્ષાર્થીઓનાં સરનામાં વડોદરા અને પંચમહાલનાં બતાવ્યાં હતાં. જેથી સીબીઆઇની ટીમે તે દિશામાં સઘન તપાસ ચાલુ કરી છે. જ્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને આ કેસના સાક્ષી તેમજ ઝડપાયેલા આરોપીના સંપર્કમાં આવેલા અન્ય ઇસમોનાં નિવેદનોમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઇ રહી છે.


ગોધરા અને થર્મલ ખાતેના નીટ સેન્ટરના એડમિન એક જ હતા. સેટિંગ કરેલા પરીક્ષાર્થીઓને ચોરી કરવા સુયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય બહારના ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પરીક્ષાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે ગોધરાના પરવડી અને ખેડાના થર્મલ ખાતેના જય જલારામ સ્કૂલનું નીટ સેન્ટરની પસંદગી કરી હતી. હજારો કિ.મી દૂરના પરીક્ષાર્થીઓના નીટનાં ફોર્મ ભરતી વખતે તેઓનાં સરનામાં વડોદરા અને પંચમહાલનાં બતાવ્યાં છે અને ફોર્મમાં નીટના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી સિલેક્ટ કરી હતી. તેમજ ગોધરાની નીટની ફરિયાદના આરોપીઓ અને દેશનાં અન્ય રાજ્યોમાં નીટની ફરિયાદના આરોપીઓના એકબીજા સાથે કનેક્શન છે કે નહીં તેની તપાસ કરવા તથા રાજ્ય બહારના પરીક્ષાર્થીઓનાં સરનામાં અને ફોર્મની વિગતો કોને અને કોના કહેવાથી ભરી તેની તપાસ કરવા માટે સીબીઆઇની ટીમ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીઓ આરિફ વોરા, તુષાર ભટ્ટ, આનંદ વિભોર તથા પરષોત્તમ શર્માની પૂછપરછ કરવા 4 દિવસના રિમાન્ડ માંગતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.


એનટીએએ 2024ના પ્રથમ છ મહિનામાં ચાર પરીક્ષાઓ દ્વારા ફી તરીકે 915 કરોડ રૂપિયા મેળવ્યા હતા. છેલ્લાં 6 વર્ષમાં આશરે ચાર કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી છે. 2023માં આખા વર્ષ દરમિયાન 1.33 કરોડ વિદ્યાર્થીઓેએ પરીક્ષા આપી હતી.