રિપોર્ટ@દેશ: એક પરિવારના 5 લોકો પાણીમાં તણાયા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પરિવારના 5 લોકો તણાયા

 
રિપોર્ટ@દેશ: એક પરિવારના 5 લોકો પાણીમાં તણાયા, જાણો સમગ્ર ઘટના એકજ  ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એક ઘટના સામે આવી છે. જેમાં એકજ પરિવારના 5 લોકો પાણીમાં તણાયા. પૂણેના લોનાવલામાં એક ભયંકર દુર્ઘટના ઘટી જેમાં આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.

આ અકસ્માતમાં 36 વર્ષની મહિલા અને તેની 13 અને 8 વર્ષની બે દીકરીનું પણ મોત થયું હતું. માનવામાં આવી રહ્યું છે કે આખો પરિવાર ભૂશી ડેમ જોવા આવ્યો હતો, વરસાદની મોસમ હતી, તેથી બાળકોના આગ્રહ પર મુલાકાત લેવાનો પ્લાન હતો.

મહારાષ્ટ્રના ઉત્નાગીરી જિલ્લાના ચિપલુનમાં સ્થિત શિવ નદીમાં મગરોની સંખ્યા વધી છે. વરસાદની સિઝનમાં નદી ભરાઈ જવાના કારણે મગરો રસ્તાઓ અને વસાહતો તરફ આવી રહ્યા છે. રવિવારે લોનાવલાના ભૂશી ડેમમાં એક જ પરિવારના 5 લોકો વહી ગયા હતા. જેમાં એક મહિલા, 13 વર્ષની છોકરી, બે 6 વર્ષની છોકરીઓ અને 4 વર્ષનો છોકરો સામેલ છે. ત્રણના મૃતદેહ મળી આવ્યા છે.

પહેલા એક છોકરી નદીમાં પડી, મહિલા તેને બચાવવા માટે કૂદી પડી. એક પછી એક બધાં નદીમાં કૂદી પડ્યાં અને બધા જ વહી ગયાં. હાલમાં રાહત કામગીરી ચલાવી રહેલી ટીમને પાણીમાંથી મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીનાં બાળકોની શોધ હજુ ચાલુ છે. આશ્ચર્યની વાત એ છે કે તમામ પ્રવાસીઓને પહેલાંથી જ ખબર હતી કે ભૂશી ડેમ હાલમાં ઓવરફ્લો થઈ રહ્યો છે અને સતત વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું છે, પરંતુ તેમ છતાં ન તો વહીવટી તંત્રએ કોઈ ધ્યાન આપ્યું કે ન તો પ્રવાસીઓએ આ તરફ કોઈ ધ્યાન આપ્યું.