રિપોર્ટ@દેશ: HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ નોધાયા, જાણો વધુ વિગતે

અમદાવાદ, કર્ણાટક, બેંગલુરુ, પ.બંગાળ અને હવે નાગપુરમાં 2 કેસ નોંધાયા

 
રિપોર્ટ@દેશ: HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ નોધાયા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારત દેશમાં ચીન જેવા વાઈરસનો કહેર મચ્યો છે. આ વાઈરસની અસર નાનાં બાળકો પર વધારે જોવા મળી રહી છે. ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે.

જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.

સોમવારે અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપ જોવા મળ્યો હતો. આ બાળક રાજસ્થાનનું છે અને સારવાર માટે અમદાવાદ પહોંચ્યું હતું. આ પહેલા સોમવારે સવારે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના છોકરામાં આ વાઇરસ જોવા મળ્યો હતો. બંને બાળકોની બેંગલુરુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં પણ પાંચ મહિનાના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તમિલનાડુના ચેન્નાઈમાં પણ બે બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. તેમના વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી.