રિપોર્ટ@દેશ: એક ભાઈએ પોતાની બહેનનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી

 બહેનના અફેરથી ગુસ્સે હતો

 
રિપોર્ટ@દેશ: એક ભાઈએ પોતાની બહેનનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના બનાવો ખુબજ વધી ગયા છે.  પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ટોબા ટેક સિંહમાં એક ભાઈએ પોતાની બહેનનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી નાખી. યુવતીનો આખો પરિવાર તેને જોતો રહ્યો જ્યારે કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. પાકિસ્તાનના મીડિયા જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે બની રહી છે. મહિલાનું નામ મારિયા છે. જ્યારે એક ભાઈ તેને મારી રહ્યો હતો ત્યારે બીજા ભાઈએ તેનો વીડિયો બનાવ્યો હતો.

વીડિયોમાં મારિયાના પિતા પણ ત્યાં બેઠેલા જોવા મળે છે. જો કે, તેણે એક વખત પણ તેની પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જિલ્લા પોલીસ અધિકારી ઇબાદત નિસારના જણાવ્યા અનુસાર, મારિયા પરિણિત નહોતી અને તે ગર્ભવતી બની હતી. તેના સંબંધ એક સંબંધી સાથે હતા. આ પછી જ મારિયાના ભાઈઓએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.


મારિયા ગર્ભવતી હતી કે નહીં અને તેનું મોત ક્યા કારણે થયું તે જાણવા ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મારિયાની ભાભીની પૂછપરછ કરી. આ દરમિયાન તેણે કહ્યું કે મારિયાના બંને ભાઈઓએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. આથી તેણે મારિયાના મૃત્યુ અંગે પોલીસને કંઈ જણાવ્યું ન હતું.

હાલ પોલીસે બંને ભાઈઓ અને મારિયાના પિતાની ધરપકડ કરી લીધી છે. મારિયાની હત્યા કર્યા બાદ પરિવારના સભ્યોએ તેને ઘરની પાછળ દફનાવી દીધી હતી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મારિયાની હત્યાની તપાસ શરૂ કરી હતી.