રિપોર્ટ@દેશ: એક પિતા પર તેના 6 વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ

 પુત્રનું મોત થયું
 
અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. અમેરિકામાં  પિતા પર તેના 6 વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. તેણે પોતાના પુત્રને ટ્રેડ મિલમાં દોડવા માટે દબાણ કર્યું. પિતા બાળકને કહેતા કે તું બહુ જાડો થઈ ગયો છે. બીજા દિવસે જ્યારે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી.   પુત્રને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં પુત્રનું મોત થયું.

પોસ્ટમોર્ટમમાં બાળકને આંતરિક ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. ટ્રેડ મિલમાં દોડતી વખતે બાળક ઘણી વખત પડી ગયો હતો.

ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને બાળકની માતા રડી પડી હતી. આરોપી પિતા ક્રિસ્ટોફર જ્યોર્જ સામે કેસ ચલાવવામાં આવશે. જેમાં માતા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થશે. ક્રિસ્ટોફરને આજીવન જેલનો સામનો કરવો પડી શકે છે.