રિપોર્ટ@દેશ: NEET-UG પરીક્ષામાં ગેરરીતિ અંગે CBI તપાસમાં એક નવો મામલો સામે આવ્યો

CBI તપાસમાં એક નવો મામલો સામે આવ્યો
 
રિપોર્ટ@ગુજરાત: NEET પેપર લીક કેસમાં એક પત્રકારની ધરપકડ કરી, 7 જગ્યાએ દરોડા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

NEETની પરિક્ષામાં થયેલી ગેરરીતિના કારણે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. NEET-UG પરીક્ષામાં ગેરરીતિ અંગે CBI તપાસમાં એક નવો મામલો સામે આવ્યો છે. CBIએ ગુજરાત કોર્ટને જણાવ્યું હતું કે, ગોધરાના એક કેન્દ્રમાં ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આરોપીઓએ પરીક્ષામાં ઉમેદવારોને ગુજરાતી ભાષા પસંદ કરવાનું કહ્યું હતું.

ઉમેદવારોને ગુજરાતી ભાષા પસંદ કરવાનું એટલા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કરીને છેતરપિંડી કરીને પરીક્ષામાં બેસનાર ગુજરાતીભાષી વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહીઓ ભરી શકે. આ ઉમેદવારોને તેમનું કાયમી સરનામું પંચમહાલ અથવા વડોદરા તરીકે જાહેર કરવા કહેવામાં આવ્યું હતું.

CBIએ કહ્યું હતું કે આ બંને પરીક્ષા કેન્દ્રોનું નિયંત્રણ એક જ ડિરેક્ટર પાસે હતું. આ આરોપીઓએ અલગ-અલગ રાજ્યોના આ તમામ ઉમેદવારોનો અલગ-અલગ લિંક દ્વારા સંપર્ક કર્યો હતો. NEET પેપરલીક કેસમાં હવે આગામી સુનાવણી 18મી જુલાઈએ થશે.